અમદાવાદ-હિમતનગર અપડાઉન કરનાર મુસાફરોને મળશે લાભ
Live TV
-
અમદાવાદ થી ઉદેપુર બ્રોડગેજ લાઈનનું કામકાજ પાછલા ઘણાં વર્ષોથી ચાલી રહ્યુ છે. અમદાવાદથી હિંમતનગરનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થતા હિંમતનગર,ઈડર અને પ્રાંતિજના સાસંદ દીપ સિંહ રાઠોડે અમદાવાદ થી હિંમતનગર સુધી બ્રોડગેજ રેલ લાઇન તેમજ હિંમતનગર રેલવે સ્ટેશન નું લોકાર્પણ કર્યુ હતું.
અમદાવાદ થી ઉદેપુર બ્રોડગેજ લાઈનનું કામકાજ પાછલા ઘણાં વર્ષોથી ચાલી રહ્યુ છે. અમદાવાદથી હિંમતનગરનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થતા હિંમતનગર,ઈડર અને પ્રાંતિજના સાસંદ દીપ સિંહ રાઠોડે અમદાવાદ થી હિંમતનગર સુધી બ્રોડગેજ રેલ લાઇન તેમજ હિંમતનગર રેલવે સ્ટેશન નું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો ઊપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં અમદાવાદથી હિંમતનગર વચ્ચે દિવસમાં બે ટાઈમ ટ્રેન સેવા શરુ થશે. ત્યારે દૈનિક અપડાઊન કરનારા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બ્રોડગેજ લાઈનનુ કામ પુર્ણ થતા રાજસ્થાન,ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ટ્રેનસેવા મુસાફરો માટે આર્શિવાદ રુપ સાબિત થશે.
