અરવલ્લીના ભેરુન્ડા ગામે રામાપીરના પાટોત્સવની ઉજવણી
Live TV
-
દેવરાજ ધામના ગાદિપતી ધનગિરી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા
અરવલ્લી જિલ્લાના ભેરૂન્ડા ગામે ભગવાન રામાપીરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભેરૂંડા ગામે દરવર્ષે ભગવાનની શોભાયાત્રા યોજવામાં આવી હતી, જોકે છેલ્લા બે વર્ષથી ભગવાન રામાપીરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ યજ્ઞનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની ઉજવણી પ્રસંગે ભગવાનના મંદિર નેજા ચઢાવવામાં આવી હતી. આ સાથે જ મોડીરાત્રે ભગવાન રામાપીરના ભજન-કીર્તનનું પણ આયોજન કરાયું હતું, જેમાં દેવરાજ ધામના ગાદિપતી ધનગિરી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરવર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી.
