Skip to main content
Settings Settings for Dark

અમરેલીઃ નવા શૈજ્ઞણિક પ્રયોગોને એકસાથે સામેલ કરી શિક્ષકે વિદ્યાર્થીઓ માટે App બનાવી 

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સપનાને સિદ્ધ કરવા અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહીસા ગામના શિક્ષક શ્રી સંજય પારઘીએ કમર કસી છે.

    કોમ્પ્યુટરની કોઈ ડિગ્રી ન હોવા છતાં અંગત રુચિ હોવાથી કોમ્પ્યુટરમાં સારું જ્ઞાન ધરાવનાર સંજયભાઈને વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના શિક્ષકોએ છેલ્લા ૫ વર્ષમાં ૩૦૦ જેટલા શૈક્ષણિક ઇનોવેશનો (નવતર અભિગમો) રજુ કર્યા હતા પરંતુ આવા શૈક્ષણિક ઇનોવેશનોની પહોંચ ઓછી હોવાથી એનો ઉપયોગ સીમિત થયો હતો. આથી એમણે ડિજિટલ માધ્યમથી સમગ્ર જિલ્લા સહીત રાજ્યભરના શિક્ષકો સુધી પહોંચે તે માટે એન્ડ્રોઇડ એપ બનાવવાનું નક્કી કર્યું. 

    દર વર્ષે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં વર્ષ ૨૦૧૫-૧૬ માં કુલ ૫૬, વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૬૨, વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૬૫, વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૫૦ અને વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૬૧ એમ કુલ મળીને અંદાજે ૩૦૦ જેટલા નવતર પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. 

    સંજયભાઈએ સમગ્ર જિલ્લા સહીત રાજ્યના શિક્ષકોને ઉપલબ્ધ થાય તે માટે નવતર શૈક્ષણિક પ્રયોગો એપ વિકસાવી આ તમામ ૩૦૦ ઇનોવેશનની સંપૂર્ણ માહિતી મૂકી હતી. 2 જાન્યુઆરીના રોજ સંજયભાઈએ આ એપ લૉન્ચ કરી હતી. 

    સંજય પારઘીના પ્રયત્નોને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે યુવા શિક્ષકો પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન છે. ભુલકાઓને યોગ્ય શિક્ષણ, માર્ગદર્શન આપવાની સાથે સાથે પોતાના કૌશલ્યો થકી એમના જીવન ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય એમના દ્વારા કરવામાં આવે છે. 

    સંજયભાઈ જેવા શિક્ષકો અન્ય શિક્ષકો માટે ખરા અર્થમાં પ્રેરણાદાયી છે. તાજેતરમાં ઉજવાયેલા જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઘણા યુવા શિક્ષકોની મુલાકાત લીધી હતી. દરેક યુવા શિક્ષકોએ રજુ કરેલા નવતર શૈક્ષણિક પ્રયોગો ખુબ જ પ્રશંસનીય હતા જે બદલ તમામ યુવા શિક્ષકોને રાજ્ય સ્તરે સારા પ્રદર્શન માટે શુભેચ્છાઓ આપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply