Skip to main content
Settings Settings for Dark

કચ્છના ઘુડખર અભ્યારણ્યમાં શિબિર, 1 મહિનાની શિબિરમાં વિદ્યાર્થીઓ ઉંડાણથી શીખશે

Live TV

X
  • અભ્યારણ્યના બજાણા રેન્જમાં ટૂંડી ટાવર પાસે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓને રણ વિશેની માહિતી અને પશુ-પક્ષીઓ તથા ઘુડખર વિશેની માહિતીથી પરિચિત કરાવવામાં આવ્યો હતો. 

    કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટરનો છે ત્યાં હાલ ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ આવે છે અને આ રણમાં ઘુડખર પણ હોય છે. આ અભ્યારણમાં આ સમયે  ફરવા અને પક્ષી અને ઘુડખર ને જોવા લોકો મોટી સંખ્યામાં આવે છે. ત્યારે  સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને  પણ રણ વિશેની માહિતી મળી રહે અને આ વસ્તુની લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ઘુડખર અભ્યારણ દ્વારા શિબિરનું આયોજન થાય છે. 

    એક મહિના સુધી ચાલનાર આ શિબિરમાં બાળકો માટે રહેવા તથા જમવાની સગવડ પણ કરવામાં આવે છે. શિબિરમાં બાળકોને વહેલી સવારે  ટ્રેકિંગ કેમ્પ કરવાની ટ્રેનિંગ પણ અપાય છે.  નિઃશુલ્ક એવી આ શિબિરમાં બાળકો સાથે શિક્ષકો પણ સામેલ થાય છે. 

    ઘુડખર અભયારણ્ય દ્વારા આ શિબિર યોજવાનો મુખ્ય હેતુ વન્ય જીવોનું રક્ષણ કેવી રીતે કરવું, આ રણ વિસ્તારમાં ક્યાં પક્ષી, પ્રાણી છે અને તેમનો ખોરાક શું છે, પ્રાણીઓની જાળવણી તેમજ તેમજ વૃક્ષોનું મહત્વ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેનું માર્ગદર્શન ઘુડખર અભયારણ્યના અધિકારી દ્વારા બાળકોને આપવામાં આવ્યુ હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply