અમરેલીના ખેડૂતની કમાલઃ જાણો હળદરની ખેતીથી કેવી રીતે બન્યા લાખો પતિ
Live TV
-
ખેત પેદાશોમાં મૂલ્ય વર્ધનએ સારી આવક મેળવવા અતિ આવશ્યક પગલું બની ગયું છે. ઉત્પાદન સીધું જ બજારમાં મૂકવાને બદલે જો મૂલ્ય વર્ધન કરવામાં આવે તો બજારમાં સારા ભાવ મળે છે, અને સાથે સાથે લોકોને શુદ્ધ વસ્તુઓ નજર સામે મળી રહેવાથી માંગ પણ વધે છે.
અમરેલીના ખાંભાના જગદીશભાઈ તથા ચિતલના દેવાભાઈએ પણ આ જ કોન્સેપટ પર ગાય આધારીત પ્રાકૃતિક ખેતીથી પોતે ઉગાડેલી હળદરનો પાઉડર બાનાવીને વેચાણ કરે છે, અને સારી આવક મેળવે છે. પહેલા કપાસની ખેતી કરતા હતા, ત્યારે 10થી 12 મણનો ઉતારો આવતો હતો. જેમાંથી કઇ અલગ કરીને જગદીશભાઇ અને દેવાભાઇએ નવું વિચાર્યુ. અને હળદરનું વાવેતર કરી માર્કેટમાં પ્રથમવાર વેચતા લોકો લેવા તૈયાર નહોતા થયા. પરંતુ ઘણું વિચાર કર્યા બાદ હળદરનો પાવડર કરી માર્કેટમાં વેચાણ શરૂ કરતા લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.. અને હળદરની ખેતીમાંથી મબલક ઉત્પાદન કરી રહ્યા છે.
