Skip to main content
Settings Settings for Dark

અમરેલીના દરિયાકાંઠે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસી પક્ષીઓનું આગમન

Live TV

X
  • અમરેલીમાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવી ચુકયા છે અને આવનારા સમયમાં અહી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓના ઝુંડ ઉતરી આવશે.

    અમરેલી જિલ્લાના દરિયાકાંઠે દર શિયાળામાં મોટી સંખ્યામાં રશીયાથી આવતા પ્રવાસી પક્ષીનું આગમન થાય છે . ચાલુ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ પ્રવાસી પક્ષીઓ આવવાની શરૂઆત થઇ હતી. દરિયાકાંઠાના વિકટર, ચાંચ, ખેરા, પટવામાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવી ચુકયા છે. આવનારા સમયમાં અહી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓના ઝુંડ ઉતરી આવશે. ઓણસાલ અમરેલી જિલ્લામાં પ્રવાસી પક્ષીઓ માટે ખુબ જ સાનુકુળ માહોલ છે . ચાલુ વર્ષે ભરપુર વરસાદને પગલે અમરેલી જિલ્લાના તમામ જળાશયો છલોછલ થયા છે. જેને પગલે આ પ્રવાસી પક્ષીઓને સાનુકુળ વાતાવરણ મળી રહેશે . આમ પણ રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે આ યાયાવર પક્ષીઓને ભરપુર ખોરાક મળી રહે છે. અહી માણસોની અવરજવર ઓછી રહેતી હોય આ પક્ષીઓને સાનુકુળ વાતાવરણ મળી રહે છે. ઓણસાલ અહી શિયાળાના આરંભથી જ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવવાની શરૂઆત થઇ ચુકી છે . ફલેમીંગો, પેલીકન જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે . સાઇબીરીયાથી લાંબી ઉડાન ભરી આ પક્ષીઓ જિલ્લાના જુદાજુદા જળાશયો પર ઉતરી રહ્યાં છે. ટુંકા ગાળામાં અહી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ ઉતરશે .
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply