રસિકભાઇએ માટી વગર ફક્ત પાણીની મદદથી 23 પ્રકારના શાકભાજી ઘરમાં જ ઉગાડ્યા
Live TV
-
બ્રોકલી, સ્ટ્રોબેરી, કેપ્સિકમ, લેટ્યુસ સહિત વિવિધ શાકભાજી અને ફળો ઉગા઼ડવામાં આવ્યા
શાકભાજી હોય કે ફળફળાદી માટી વિના ખેતી શક્ય જ નથી. પરંતુ અશક્યને પણ શક્ય કરી બતાવે તેનું નામ ખેડૂત. વાત છે રાજકોટના મેટોડાના વિજ્ઞાનના શિક્ષક રસિકભાઇ નકુમની. જેમણે માત્ર પાણીની મદદથી 23 પ્રકારના શાકભાજી ઘરમાં જ ઉગાડ્યા છે. રસિકભાઇના પિતા વ્યવસાયે ખેડૂત છે પરંતુ વરસાદ ન થતા ખેતીમાં નુકસાન થયુ હતુ.
ઘરમાં શાકભાજી લાવવાના પણ પૈસા ન હતા જેથી ઘરમાં શાકભાજી ઉગાડવાનો વિચાર આવ્યો અને હાઇડ્રોપોનિક્સ પદ્ધિતિ વિશે સંશોધન કર્યુ હતું. હાલ 900 પ્લાન્ટમાં તેમણે 23 શાકભાજી ઉગાડ્યા છે. જેમાં બ્રોકલી, સ્ટ્રોબેરી, કેપ્સિકમ, લેટ્યુસ સહિત વિવિધ શાકભાજી અને ફળો ઉગા઼ડવામાં આવ્યા છે. જો જમીનમાં 50 પ્લાન્ટ ઉગાડવામાં આવે તો 200 લિટર પાણીની જરૂર પડે જ્યારે આ પદ્ધતિમાં 50 પ્લાન્ટ 50 લિટર પાણીમાં ઉગાડી શકાય છે. રસિકભાઇના આ નવતર પ્રયોગે ખેડૂતોમાં આ પ્રકારની ખેતી કરવાની નવી આશા જન્માવી છે અને ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થયા છે.
