સરકાર ટૂંક સમયમાં દેશમાં વર્ચ્યુઅલ યુનિવર્સિટીઓની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં લેશે: કેન્દ્રિય શિક્ષણમંત્રી
Live TV
-
કેન્દ્રિય શિક્ષણમંત્રી રમેશ નિશંક પોખરિયાલે જણાવ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં દેશમાં વર્ચ્યુઅલ યુનિવર્સિટીઓની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં લેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર અમલની સમીક્ષા માટે આયોજિત બેઠકની અધ્યક્ષતા કરતાં તેમણે જણાવ્યું કે, વર્ચ્યુઅલ યુનિવર્સિટીનાં માધ્યમથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ વિદ્યાર્થીઓની નોંધણીનો લક્ષ્યાંક રખાયો છે, તે માટે તમામ સંબધિત મંત્રાલયો અને એજન્સીઓને આ નીતિનાં એકીકૃત અમલની ખાતરી કરવા માટેના કામોને ઝડપી બનાવવા નિર્દેશો આપ્યા છે. શિક્ષણમંત્રીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે માતૃભાષાનાં ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ઉપરાંત આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે મેક ઇન ઇન્ડિયાની જેમ સ્ટડી ઇન ઇન્ડિયા અભિયાનને પણ વ્યાપક બનાવવા તરફેણ કરી હતી.
