અમરેલીના ધારીમાં સિંહણે બાળકી પર કર્યો હુમલો
Live TV
-
અમરેલી-ખાંભા ગીરના નાની ધારી ગામે એક સિંહણ 10 થી 12 વર્ષના બાળકને ઉપાડીને એક આંબાવાડીમાં નાસી ગઈ હતી. સિંહણને પકડવા અને બાળકની સ્થિતિ જાણવા વનવિભાગ દ્વારા વાડી કોર્ડન કરાઈ હતી. ઘટનાને પગલે વનવિભાગ દ્વારા સિંહણ તેમજ બાળકની શોધખોળ શરૂ કરાઈ હતી. જેમાં મોડી રાત્રે બાળકના પગ મળી આવ્યા હતા જેને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. નાના બાળકનો શિકાર કરી સિંહણ જતી રહેતા મજૂરના પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. ઘટના અંગે વનવિભાગે વધુ શોધખોળ હાથ ધરી છે.
