અમરેલીમાં કેટલાક ખેડૂતો બાગયત પાક તરફ વળ્યા
Live TV
-
ખેડૂતો બાગાયત વિભાગના માર્ગદર્શન મુજબ ઉપાર્જન કરી રહ્યાં છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના ખેડૂતો બાગાયત પાક તરફ વળ્યાં છે. ટેકરા વાળી જમીન અને સિમીત જમીનમાં મગફળી તેમજ મકાઈ અને અન્ય વાવેતર ની સાથે સાથે હવે બાગાયત તરફ વળી રહેલા ખેડૂતો બાગાયત વિભાગના માર્ગદર્શન મુજબ વધુ આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે. ખેડૂતોએ સરકારી અધિકારીઓને મળીને સરકારી યોજનાઓ નો લાભ મેળવી ડ્રિપ નો ઉપયોગ કરતો ટીસ્યુ કલ્ચર કેળ નું વાવેતર વધ્યું છે આ રોપા નડિયાદ થી લાવીને અહીં વાવેતર કરવામાં આવે છે એક વિધે 580 થી 600 થડ રોપવામાં આવે છે વિધે 700 થી 800 મણ નો ઉતારો આવે છે એક વીઘા ની આવક 1 લાખ રૂપિયા થાય છે જેમાં 30000 હજાર જેટલા રૂપિયાનો ખર્ચ થાય છે આમ છાપરી ગામના ખેડૂતો અન્યને એક અલગ જ રાહ બતાવે છે સાથે સાથે જળસંચય નું પણ માર્ગદર્શન પૂરું પાડે છે
