Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં યોજાયેલી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં અનેરી રમઝટ

Live TV

X
  • અમરેલીમાં યોજાયેલી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં અનેરી રમઝટ

    રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના સહયોગથી અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ સ્પર્ધામાં કુલ 17 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં જાફરાબાદ, કડીયાળી, તરહડા, સ્વામિનારાયણ ગુરુકુળ, અમરેલી અને જેસીંગપુરાની રાસ મંડળીઓ જેવી વિવિધ ટીમોએ પોતાની કલાનો પરિચય આપ્યો હતો. સ્પર્ધકોએ ત્રણ અર્વાચીન અને ત્રણ પ્રાચીન રાસ રજૂ કર્યા, જેમાં દીવડા રાસ અને પ્રાચીન-અર્વાચીન ડ્રેસ સાથેના ગરબાનો પણ સમાવેશ થતો હતો.

    સ્પર્ધાના વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર ટીમોને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી ટીમ હવે રાજકોટ ખાતે યોજાનાર 'વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી' માં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

    આ કાર્યક્રમ તારીખ 10-09-2025 ના રોજ સાંજે 8:00 કલાકે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, અમરેલી ખાતે યોજાયો હતો. આ સ્પર્ધાએ જિલ્લાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું અને યુવાનોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply