અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ
Live TV
-
અમરેલી જિલ્લામાં આવતીકાલથી ગ્રામ પંચાયત કચેરી ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદીનું ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે. જિલ્લામાં 598 માંથી 62 ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ કનેક્શન ન હોવાથી અન્ય ગામના વી.સી.ઇ પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1055ના ભાવે ટેકાની મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અમરેલી પુરવઠા નિગમ અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં 9 સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કર્યું છે. જેના પગલે આજથી જિલ્લામાં મગફળીનું ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ મારફત રજીસ્ટ્રેશન શરૂ થશે. ખેડૂતો સવારે 10 : 30 થી 6 : 30 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.
અમરેલી જિલ્લા પંચાયત વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 598 ગ્રામ પંચાયત આવેલી છે. જેમાંથી 536 ગ્રામ પંચાયત વી.સી.ઇ કનેક્ટેડ છે. 62 ગામમાં અન્ય ગામના વી.સી.ઈને ચાર્જ સોંપવામાં આવશે. પુરવઠા નિગમે ખરીદીની તૈયારી કરી લીધી. 598માંથી 62 ગ્રામ પંચાયતને બીજા ગામના વી.સી.ઇ પાસે કામ કરાવવું પડશે. જિલ્લા પુરવઠા નિગમના મકવાણાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળી ખરીદી માટે તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ સીસીટીવી કૅમેરા, વજન કાંટા અને મગફળી ચકાસણી માટેનું મશીન ખરીદી લેવામાં આવ્યા છે.
