Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીઃ કોજણકંપાના પ્રગતિશીલ ખેડૂતે આમળાની સાથે કરી જામફળની ખેતી

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપાના પ્રગતિશીલ ખેડૂતે આમળાની સાથે હવે જામફળની ખેતી શરૂ કરી છે. આ વર્ષે બળવંતભાઈએ જામફળની નવી વેરાયટી રેડ ડાયમંડની ઈન્ટરક્રોપ ખેતી કરી છે. આમ વાત કરીએ તો તેમણે આમળાની સાથે સાથે જામફળની ખેતી કરીને પણ તેમણે નવો ચીલો ચાતર્યો છે. બળવંતભાઈએ તેમના ખેતરમાં 650 જેટલા જામફળના રોપા વાવીને નવી દીશામાં બાગાયત ખેતી કરી છે. તેમણે જણાવ્યું કે દોઢ વર્ષમાં જામફળનું ઉત્પાદન મળતું થઈ જશે. અને એક ઝાડ પરથી અંદાજે 20 કિલો જામફળ મળશે. આ ઉપરાંત આપણે આવકની વાત કરીએ તો તેમણે કહ્યુ કે, અંદાજે આઠ લાખ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. આ અગાઉ તેઓ આઠ એકરમાં આમળાનું વાવેતર કરી ચૂક્યા છે અને અંદાજે બસો ટન જેટલું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.

    સમગ્ર મામલે વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ખેતીક્ષેત્રે નવા પ્રયોગો કરતા હોય છે ત્યારે બાયડ તાલુકાના કોજણકંપામાં રહેતા પ્રગતિશીલ ખેડૂતે આમળાની સાથે સાથે હવે જામફળની ખેતી શરૂ કરી છે.  આ વર્ષે બળવંતભાઈએ જામફળની રેડ ડાયમંડની નવી વેરાયટીની ઈન્ટરક્રોપ ખેતી કરી છે. તેઓ આમળાની સાથે સાથે જામફળની ખેતી કરીને પણ નવો ચીલો ચાતર્યો છે. બળવંતભાઈએ તેમના ખેતરમાં 650 જેટલા જામફળના રોપા વાવીને નવી દીશામાં બાગાયત ખેતી કરી છે. તેમણે આ પ્રયોગ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે, દોઢ વર્ષમાં જામફળનું પણ ઉત્પાદન મળતું થઈ જશે. જેમાંથી એક ઝાડ અંદાજે 20 કિ.લો. જામફળનું ઉત્પાદન આપશે. આવકની વાત કરતા તેણે કહ્યુ કે, આ સાથે જ અંદાજે આઠ લાખ રૂપિયાનું ઉત્પાદન મળતું થવાની પણ આશા પ્રગતિશીલ ખેડૂતે વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply