Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના ખેડૂતો સૂરજમુખીની ખેતી તરફ વળ્યા

Live TV

X
  • સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં થતી સૂરજમુખીની ખેતી , હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ થવા લાગી છે

    સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં થતી સૂરજમુખીની ખેતી , હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ થવા લાગી છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર , એવા મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામના ખેડૂતો , સૂરજમુખીની ખેતી કરી , સારૂ ઉત્પાદન કરી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી , સૂરજમુખીની ખેતી કરી રહ્યા છે. અંદાજે ત્રણ મહિનામાં તેનું ઉત્પાદન મળી જવાથી , ઓછી મહેનત અને ઓછા ખર્ચે , સારૂ ઉત્પાદન મળવાથી ,, અહીંના ખેડૂતો સૂરજમુખીની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો દિવાળીની આસપાસ સૂરજમુખીની વાવણી શરૂ કરે છે , અને જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં , તેમને સૂરજમુખીનું ઉત્પાદન મળી જાય છે. મેઘરજ તાલુકામાં પાણીની સમસ્યા વધારે રહે છે. જો કે, સૂરજમુખીની ખેતીમાં પાણી ઓછું આપવું પડતું હોવાથી , અહીંના અંદાજે સો થી દોઢસો ખેડૂતો , સૂરજમુખીની ખેતી તરફ પ્રેરાયા છે. સૂરજમુખીના મણ દીઠ , એકવીસો રૂપિયા મળતા હોવાનું , ખેડૂતોએ જણાવ્યું હતું,,,

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply