અરવલ્લીના મોડાસા ખાતે શિક્ષક દિનની કરાઇ ઉજવણી
Live TV
-
પાંચ સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં શિક્ષકોનું સન્માન કરાયું હતું. મોડાસા ટાઉન હોલ ખાતે આયોજત કાર્યક્રમમાં વન અને આદિજાતી મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં શિક્ષકોનું સન્માન કરાયું હતું. મોડાસા ટાઉન હોલ ખાતે આયોજત કાર્યક્રમમાં વન અને આદિજાતી મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિન નિમિત્તે સારી કામગીરી બદલ જિલ્લા કક્ષાએ ચાર શિક્ષકો જ્યારે તાલુકા કક્ષાએ છ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
