ભાવનગરમાં CM રૂપાણીએ કરાવ્યા પારણા
Live TV
-
180 ઉપવાસ કરીને વિક્રમજનક ઉગ્ર તપસ્યા કરનાર પીંકીબેનને પારણા કરાવ્યા
ભાવનગર જૈન સંઘમાં આ વર્ષે પણ શ્રદ્ધાળુઓએ ઉપવાસ કરીને તપસ્યા કરી હતી. 180 ઉપવાસ કરીને વિક્રમજનક ઉગ્ર તપસ્યા કરનાર પીંકીબેન જયેશભાઈ શાહના પારણા અને અભિવાદન સમારંભમાં મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓએ તપસ્વીઓને પારણા કરાવ્યા હતા. મંત્રી વિભાવરીબેન દવે અને સાંસદ ભારતીબેન શિયાળ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દાદા સાહેબ દેરાસર ખાતે જૈન સમુદાયના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
