Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લામાં 700થી વધારે વૃક્ષોના છોડની રોપણી

Live TV

X
  • પર્યાવરણને બચાવવા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ સહિત સમાજના આગેવાનો દ્વારા ઝૂંબેશ ચલાવાઈ રહી છે. અરવલ્લી જિલ્લા આરટીઓ કચેરી ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ તેમજ વહીવટી તંત્ર, ગાયત્રી પરિવાર સહિત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં 700થી વધારે અલગ-અલગ વૃક્ષોના છોડની રોપણી કરાઇ હતી. RTO કચેરીના મેદાનમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વાવવા માટે મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત આરટીઓ કચેરીના અધિકારીએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. મહત્વનું છે કે, પર્યાવરણને બચાવવા તેમજ તેનું જતન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં એક બાળક, એક વૃક્ષ ના સંકલ્પ સાથે ખાસ ઝૂંબેશ પણ ચલાવાઈ રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply