અરવલ્લી: સ્વદેશી જાગરણ મંચ દ્વારા લિંભોઇમાં ઓક્સિજન પાર્ક પીપળ વનનું નિર્માણ
Live TV
-
અરવલ્લી જિલ્લાના લિંભોઇ ગામમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા પીપળાના 210 રોપા સાથે વડ, જાંબુ,સેવન,ખીજડો, બોરસલ્લી,જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.
કોરોના કાળ દરમ્યાન ઓક્સિજનનું મહત્વ સમજાઈ રહ્યું છે, ત્યારે કુદરતી રીતે ઑક્સિજન આપતા પીપળા અને તુલસીના રોપા વાવીને પર્યાવરણ બચાવોની ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.
210 વૃક્ષો સાથે સેવન, વડ, ખીજડો, બોરસલ્લી, લીમડો જેવા વૃક્ષો વાવી અરવલ્લી જિલ્લામાં પહેલો ઑક્સિજન પાર્ક બનાવ્યો. આ પાર્ક દ્વારા કુદરતી વાતાવરણ સાથે શુદ્ધ હવાનો લાભ લોકોને મળી રહેશે. હરિયાળું ગુજરાત બને અને વાતાવરણમાં શુદ્ધિ રહે તેવા ઉદ્દેશ્ય સાથે નિર્માણ પામેલા પીપળ વનના નિર્માણકાર્યને લોકોએ વધાવ્યું છે.
