Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર: પાટડી તાલુકા અગરિયાઓને વ્હારે આવી સેવાભાવી સંસ્થા

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો રણકાંઠાથીને અડીને આવેલો છે. ત્યારે આ તાલુકામાં અગરિયાઓની વસવાટ કરે છે. આ અગરિયાઓ મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારના અગરિયાઓ મીઠું પકાવવાનું કામ કરતા હોવાથી તે લોકોનું આરોગ્ય ચિંતાજનક હોય છે. આ ઉપરાંત મહિલાઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોવાથી તેમના બાળકોને પૂરતું પોષણ મળી શકાતું નથી. જેને કારણે, માતા અને બાળકનું મૃત્યુ થવાની સંભાવનાઓ પણ વધુ રહે છે. 
    આ વિસ્તારમાં રહેતા અગરિયા ભાઇ-બહેનોને આરોગ્યની સારી સુવિધાઓ ઘર આંગણે જ મળી રહે તે હેતુથી સેતુ હોસ્પિટલ દ્વારા મહિલાઓને પોષણયુક્ત ખોરાક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગરિયા ભાઇ-બહેનોના મેડિકલ ચેક અપ તેમજ તેમના લેબોરેટરીના રિપોર્ટ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેમાં મેડિકલ ચેક અપ માટે ફક્ત ટોકન ચાર્જ પેટે રૂપિયા 10 લેવાય છે, જ્યારે લેબોરેટરી રિપોર્ટના ચાર્જ ફક્ત 20 રૂપિયા જ લેવામાં આવે છે. સાથે જ દર્દીઓને અમદાવાદના નિષ્ણાંત ડોક્ટર દ્વારા ઓનલાઈન કન્સલ્ટિંગ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તદુપરાંત સંસ્થા દ્વારા અહીંની સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર મળે તે માટે અઠવાડિયે કીટ પણ આપવામાં આવે છે, જે નિઃશુલ્ક હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply