Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય 'માનવ એકતા દિવસ'ની ઉજવણી

Live TV

X
  • 20 ડિસેમ્બર એટલે  'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ'. વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની થીમ દર વર્ષે એક જ રહેતી હોય છે. વિકાસશીલ દેશોમાં સહકાર, સમાનતા અને સામાજિક ન્યાય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની કામગીરી પર આ દિવસે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘમાં વર્ષ 2005માં 20 ડિસેમ્બરે 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ'ની ઉજવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિશ્વના દેશોમાં વૈશ્વિક એકતાની ભાવના લાવવાના પ્રયાસના ભાગરૂપે દિવસની ઉજવણી કરાય છે. વિકાસ, ગરીબ નાબૂદી અને બિમારીઓ સામેની લડતમાં વૈશ્વિક એકતા ઉભી કરવાનો ઉદ્દેશ પણ 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' ઉજવવાો છે. મહત્વનું છે કે ભારતીય સંસ્કૃતિમાં 'વસુદેવ કુટુમ્બકમ'ની ભાવના પ્રાચીનકાળથી ચાલી રહી છે. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 31 ઓકટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પર કરવામાં આવે છે.  
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply