Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠા: જર્મનીના યુવકે રશિયન યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન

Live TV

X
  • ભારતમાં હિન્દુ ધર્મ પ્રમાણે પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિનો ફેલાવો દુનિયાના અનેક દેશોમાં થયો છે અને તેનું ઉદાહરણ આપતો કિસ્સો ગુજરાતના સાબરકાંઠામાં બન્યો છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં સાકરોડિયા ગામમાં વિદેશી કપલે હિન્દુ રીત-રિવાજો પ્રમાણે લગ્ન કર્યા છે. જર્મનીનો યુવક ક્રિશ મુલર અને રશિયાની જુલિયા હિન્દુ સંસ્કૃતિ અને ભારત દેશથી પ્રભાવિત થઈ હતી. ભારતીય સંસ્કૃતિને વધુ સમજવા માટે જુલિયા ભારતમાં આવી હતી. ત્યારબાદ ક્રિશ મુલર પણ ભારતમાં આવ્યા. ક્રિશ અને જુલિયા ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે સંસ્કૃતિથી પ્રભાવિત થયા. બંનેએ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા અને ગામના લોકો લગ્નમાં ખાસ મહેમાન બન્યા. બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply