રાજકોટ આર્કિટેક્ટ કોલેજના 44 જેટલા વિદ્યાર્થીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની લીધી મુલાકાત
Live TV
-
રાજકોટ આર્કિટેક્ટ કોલેજના 44 જેટલા વિદ્યાર્થીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાત લીધી હતી. તેમણે દીવના જુના મકાનો અને તેના બાંધકામનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત દીવની સમાજ વ્યવસ્થાનો પણ અભ્યાસ કર્યો હતો. આ મુલાકાત અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે,અનેક સ્થાપત્યો અને જુનવાણી મકાનો અહીંની વિશિષ્ટતા છે. મોટા શહેરોમાં પણ પાર્કિંગની સમસ્યા ને કારણે ઘણી અડચણો થતી હોય છે. જ્યારે દિવમાં સાંકડી ગલીઓ હોવા છતાં ચાર ગલીઓ વચ્ચે એક ચોક હોય છે.જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી નથી.સુંદર બાંધકામ શૈલી અને વાસ્તુકલાનો સુભગ સમન્વય અહીં જોવા મળે છે. જે તે સમયનાં લોકોની દીર્ઘ દ્રષ્ટિ અને વારસાગત પ્રશિક્ષણનો જ એક ભાગ છે.
