Skip to main content
Settings Settings for Dark

હુનર હાટના આંગણે 15 વર્ષની વયથી વાયોલીન બનાવનાર કલાકારનું આગમન

Live TV

X
  • ભારતીય કલા અને કારીગરીની ‘શક્તિ અને પ્રગતિ’ નો નિર્ધાર એવા હુનર હાટમાં મૂળ ઉત્તર પ્રદેશ રામપુરના આતા અલી તેમની 15 વર્ષીય વાયોલીન બનાવવાની કલાને સુરતનાં આંગણે લાવ્યા છે. ગુજરાતનાં રાજ્યપાલને પોતાની કલાથી મોહિત કરનાર 32 વર્ષીય આતા અલી નાની વયથી વાયોલીન સાથે જોડાયેલા છે. 11 વર્ષની વયે જયારે બાળક રમકડાથી રમતો હોય ત્યારે આતા અલી દિવસ-રાત વાયોલીન બનાવવાના વિડીયો યુ-ટ્યુબ પર નિહાળી મનોમન ખુશ થતા અને વાયોલીન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આખરે 15 વર્ષની ઉંમરે તેમના સ્વપ્નએ એક ડગલું આગળ માંડ્યું અને ત્રણ વર્ષ રામપુર ખાતે પ્રશિક્ષણ મેળવ્યું. ત્રણ વર્ષની તાલીમ બાદ આતા અલીને પરિવાર અને મિત્રના સપોર્ટ દ્વારા વાયોલીન બનાવવાના ઓર્ડર મળવાના શરૂ થયા. મંજિલ પર પહોંચવા 10 વર્ષ સુધી ઘણી મુશ્કેલીનો સામનો કર્યો પરંતુ આતા અલી સકારાત્મક રહ્યા અને આગળ વધતા ગયા. વર્ષ 2016માં તેમના આ સફરમાં અન્ય લોકો પણ જોડાયા. 2 વર્ષ સુધી લોકો દ્વારા ઓર્ડર લઇ કોઇ પણ સરનામા પર ઓર્ડર પૂરો કરવાના સંકલ્પ તેમજ સતત મહેનત અને સંઘર્ષના પગલે વર્ષ 2018 માં ‘આહિલ મ્યુઝીકલ’ કંપનીનું નિર્માણ આ યુવા વર્ગ દ્વારા થયું. જેમાં આજે 16 વયથી લઇ 32 વયના 10 થી 15 યુવાનો કામ કરી રહ્યા છે.

    ‘આહીલ મ્યુઝીકલ’ કંપનીના મેનુફેક્ચરર આતા અલી વાયોલીનના વ્યવસાય વિષે જણાવતા કહે છે કે, ‘શરૂઆતમાં પરિવાર પણ મારા નિર્ણયમાં ખુશ નહતા. તેઓ ઇચ્છતા હતા કે હું ભણતરમાં ધ્યાન આપુ પરંતુ મને વાયોલીન સિવાય બીજું કઈ દેખાતું ન હતું. આ ક્ષેત્રમાં ખુબ જ ઓછા લોકો તેમનું ભવિષ્ય જુએ છે અને આજે હું ગર્વ અનુભવું છું કે હું તેમાંથી એક છું. આજે મારો પરિવાર પણ ખુશ છે. સરકાર દ્વારા હુનર હાટનાં માધ્યમથી મારા જેવા અનેક કલાપ્રેમી અને કારીગરોને મોટા પાયે આર્થિક સહાય તેમજ ઓળખાણ મળી છે, હું પણ એ જ આશયથી સુરતના આંગણે પધાર્યો છું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply