NASAના આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ સર્ચ પ્રોજેક્ટ 2021માં અંકલેશ્વરની વિદ્યાર્થીનીની પસંદગી
Live TV
-
અમેરિકી અવકાશ સંસ્થા નાસા (NASA) દ્વારા તાજેતરમાં આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ સર્ચ પ્રોજેક્ટ 2021નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દેશભરમાંથી 9 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. જે પૈકી ગુજરાતમાંથી વડોદરા અને અંકલેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ પ્રોજેક્ટમાં પસંદગી પામ્યા છે.
યુવા સંશોધકોમાં અંકલેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલના ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઝીલ જયવીરસિંહ માટીએડાએ પણ ખગોળીય ક્ષેત્રે પોતાની રુચિ વ્યક્ત કરી હતી અને આ પ્રોજેક્ટમાં ભાગ લઈને સિલેક્ટ થઇ સફળતાની પ્રથમ સીડી સર કરી છે. નાસાનાં સીધા માર્ગદર્શન હેઠળ ઓનલાઇન અભ્યાસ કરીને ઝીલે નભો મંડળમાં ફરતા બે સૂક્ષ્મ ગ્રહોની ઓળખ કરી છે અને તેના આ અહેવાલને વધુ અભ્યાસ માટે નાસાને મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. કલ્પના ચાવલાને પોતાની આદર્શ માનતી ઝીલને સ્પેસમાં સફર કરવાનું સ્વપ્ન છે. પોતાની આ સિદ્ધિ માટે તેને સ્કૂલના આચાર્ય, શિક્ષકો તેમજ તેના માતા પિતાનો સહયોગ મળી રહ્યો છે.
