Skip to main content
Settings Settings for Dark

આકાશમાં સર્જાશે અદ્ભુત નજારો, નરી આંખે જોઇ શકાશે પાંચ ગ્રહો

Live TV

X
  • આજે 24 જૂને વહેલી સવારે 5.30 કલાકે આકાશમાં એક સાથે નવ ગ્રહોનો અદ્ભુત અવકાશી નજારો જોવા મળ્યો. આજે કેટલાક ગ્રહો નરી આંખે જોવા મળ્યા તો કેટલાક ગ્રહો જે દુરના છે તે જોવા માટે ટેલિસ્કોપ, દુરબીનથી જોઇ શકાયા. દૂરદર્શન સાથેની વાતચીતમાં ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં સલાહકાર અને સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહુએ જણાવ્યું કે, આ અદ્ભુત ઘટનામાં પાંચ ગ્રહો 18 વર્ષમાં પ્રથમ વખત સંરેખિત થયા છે. હજુ આ ઘટના જૂનનાં છેલ્લા સપ્તાહ સુધી સૂર્યોદય પહેલા જોવા મળશે. હવે આ ખગોળીય ઘટના 2040 માં થશે જેમાં પાંચ ગ્રહો બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે જોઈ શકાશે. આ અદ્ભુત ખગોળીય ઘટનાને ખગોળ રસિયાઓએ અચૂક માણવા જેવી છે. 

    ગ્રહો સમગ્ર આકાશમાં પૂર્વથી દક્ષિણ (દક્ષિણ અક્ષાંશમાં ઉત્તરથી પૂર્વ સુધી) વિસ્તર્યા છે. આ ગ્રહો દક્ષિણ ગોળાર્ધનાં નિરીક્ષકોને વધુ સારી રીતે જોવા મળ્યા. આ ખગોળીય ઘટનામાં શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે ચંદ્ર પણ જોવા મળશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગુજરાત સાયન્સ સિટી અને તમામ જિલ્લાઓમાં સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોમાં નેટવર્ક અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોના સતત પ્રયાસ દ્વારા આ પ્રવૃત્તિઓ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. 

    સૌર મંડળમાં અનેક ખગોળીય ઘટના બનતી હોય છે અને આ જે ઘટના સર્જાઈ છે તેને 'પ્લેનેટરી પરેડ' કહેવામાં આવે છે તો આવો જાણીએ આ 'પ્લેનેટરી પરેડ' વિશે: 

    સૌર મંડળમાં અનેક ખગોળીય ઘટના બનતી હોય છે પણ એક સીધી લીટીમાં નવ ગ્રહો જોવા મળતા નથી. તમામ ગ્રહો એક જ ધરી પર આખું ચક્કર લગાવતા નથી તેઓ અવકાશની ત્રિ-સ્તરિય કક્ષામાં ફરે છે. તેમજ ગ્રહો અને ઉપગ્રહોની ભ્રમણની ગતિ એકબીજાથી જુદી-જુદી હોય છે. જેથી એક લીટીમાં આવવાની ઘટના ભાગ્યે જ સર્જાતી હોય છે. વર્ષોનાં સમયગાળામાં માત્ર એકાદવાર જોવા મળતી આવી ખગોળીય ઘટનાને 'પ્લેનેટરી પરેડ' કહેવાય છે. 'પ્લેનેટરી પરેડ' આ શબ્દ માટે આમ તો કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક શબ્દ નથી પણ તેનો ઉપયોગ ખગોળશાસ્ત્રમાં એક ખગોળશાસ્ત્રીય ઘટનાને દર્શાવવા માટે થાય છે કે જે જ્યારે સૂર્યમંડળનાં ગ્રહો આકાશનાં સમાન વિસ્તારમાં એક લાઈનમાં આવે છે.  

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply