કચ્છ જિલ્લો ગ્રામ્ય સ્તરે ૧૦૦ ટકા ઘર-ઘર નળ જોડાણથી હર ઘર જલ ધરાવતો જિલ્લો બન્યો
Live TV
-
કચ્છ જિલ્લો ગ્રામ્ય સ્તરે ૧૦૦ ટકા ઘર-ઘર નળ જોડાણ-હર ઘર જલ ધરાવતો જિલ્લો બન્યો છે. વાસ્મો દ્વારા કચ્છ જિલ્લામાં તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯થી તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી કુલ રૂ. ૩૦ કરોડ ૩૬ લાખની અંદાજિત કિંમતની કુલ ૧૯૭ યોજના મંજૂર કરી અમલી બનાવવામાં આવી છે. જેના થકી કુલ ૧૯,૯૬૩ ઘરને નળ જોડાણથી આવરી લેવામાં આવ્યા છે.
વાસ્મો તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા અભિયાનરૂપે પ્રક્રિયા હાથ ધરીને કચ્છ જિલ્લાના તમામ ૧૦ તાલુકાના ૮૭૪ ગામના તમામ ૪,૦૨,૫૬૫ ઘરમાં ૧૦૦ ટકા નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આમ, કચ્છ જિલ્લો ગ્રામ્ય સ્તરે ૧૦૦ % નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે..
