આજે ચૈત્રી નવરાત્રિનો સાતમો દિવસ
Live TV
-
મા કાલરાત્રિની પુજાની થાય છે પૂજા
આજે ચૈત્રી નવરાત્રિનો સાતમો દિવસ છે. નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પુજા થાય છે. મા કાલ રાત્રિને યંત્ર-મંત્ર અને તંત્રની દેવી કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે, દેવી દુર્ગાએ અસુર રક્તબિજનો વધ કરવા કાલ રાત્રિને પોતાના તેજથી ઉત્પન્ન કર્યા હતા. તેની ઉપાસનાથી પ્રાણી સર્વથા ભયમુક્ત થાય છે.મા કાલરાત્રિના સ્વરૂપનું જો વર્ણન કરીએ તો શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે. તેમના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમનાં ત્રણ નેત્ર છે, જે બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતાં રહે છે. તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ (ગધેડું) છે. તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે જ્યારે નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડગ છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતું હોય, પરંતુ તે હંમેશાં શુભફળદાયક છે. ભગવતી કાલરાત્રીનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગ્રત થાય છે.