Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ ટીબી દિવસની ઉજવણી

Live TV

X
  • દર વર્ષે 24 માર્ચે સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે

    આજે વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ છે. આ દિવસ દર વર્ષે 24 માર્ચે સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે. આ એક સંક્રામક બીમારી છે. જેના દર ત્રણ મિનિટે બે લોકો મૃત્યુ પામે છે. ક્ષય રોગ એટલે ટીબીના ફેલાવાનું સૌથી મોટું કારણ આ બીમારી અંગે લોકોમાં જાણકારીનો અભાવ. વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ ઉજવવાનો ઉદ્દેશ છે. લોકોને આ બીમારીના વિષયમાં જાગૃત કરવા અને ક્ષય રોગ અટકાવવા માટે પગલાં ભરવા. આ બીમારી હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ટીબીના બેકટેરિયા શરીરના કોઈપણ ભાગમાં ટીબીનો રોગ કરી શકે છે. ટીબીના લક્ષણમાં છાતીમાં દુખાવો, ઉધરસ, તાવ, થાક અને નબળાઈનો અનુભવ, ગળામાં સોજો અને પેટમાં ગડબડ છે. ટીબીથી બચવા બે સપ્તાહ સુધી ઉધરસ રહે તો ડોક્ટરની સારવાર મેળવવી જરૂરી છે

    આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. રેડિયોલોજી (સામાન્ય રીતે છાતીનો એક્સ-રે), ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ, લોહીનું પરિક્ષણ તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઇક્રોબાયોલોજીકલ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની સારવાર ઘણી અઘરી છે અને તેમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે. દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે. (તીવ્ર) મલ્ટિ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસમાં બેક્ટેરિયા દ્વારા એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટીબી અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને બેસિલસ કાલમેટ-ગ્યુરિન (Bacillus Calmette-Guérin) રસી સાથેના રસીકરણ પર રહેલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply