મુંબઈ - 20 વર્ષ બાદ વર્સોવા સમુદ્ર કિનારે જોવા મળ્યા ઓલિવ રિડલે જાતિના કાચબાના બચ્ચાં
Live TV
-
એક વકીલ અને પર્યાવરણવાદી આફ્રોઝ શાહે મુંબઈમાં વર્સોવા બીચને સાફ કરવા માટે પોતાની જાતને ખપાવી દીધી હતી
ગુરુવારે મુંબઈના વર્સોવા સમુદ્ર તટ પર 20 વર્ષ બાદ કાચબાના 80 ઓલિવ રિડલે જાતિના બચ્ચા જોવા મળ્યા...ગુરુવારે સમુદ્રની સફરે આવેલા કેટલાક લોકો આ કાચબાના બચ્ચાને જોઈને હેરાન થઈ ગયા અને ખુશી પણ વ્યક્ત કરી હતી..અહી હાજર લોકોએ કહ્યુ કે અમે આ નઝારો 20 વર્ષ પછી જોઈ રહ્યા છીએ..કારણ કે 20 વર્ષથી લઈને અત્યાર સુધી વર્સોવા સમુદ્ર કિનારે ક્યારેય દુર્લભ કાચબાના બચ્ચાઓ જોવા નથી મળ્યા..સમુદ્રની સાફસફાઈના અભાવે આવા કાચબા કિનારા પાસે નથી જોવા મળતા..પરંતુ સમુદ્ર સ્વચ્છ હોવાને કારણે પણ આ કાચબા અહી જોવા મળ્યા હોવાનુ કેટલાક લોકોનું માનવુ છે..
જોકે બીજી એક ખાસ વાત એ રહી કે આશરે ત્રણ વર્ષ પહેલાં, એક વકીલ અને પર્યાવરણવાદી આફ્રોઝ શાહે મુંબઈમાં વર્સોવા બીચને સાફ કરવા માટે પોતાની જાતને ખપાવી દીધી હતી. તેમણે લગભગ એકલા હાથે બીચ સફાઈ કાર્ય આગેવાની લીધી હતી..બાદમાં, તેમના પ્રયાસોને મુંબઈકરે પ્રશંસા કરી અને લગભગ 1200 સ્વયંસેવકો તેમની સાથે જોડાયા. અને આજે, તેમના તમામ પ્રયાસો ને કારણે 20 વર્ષ પછી ઓલિવ રિડલી કાચબાને સ્વચ્છ વર્સોવા બીચ પર જોવાનો લ્હાવો મળ્યો છે..