ભારતનો સૌપ્રથમ થિયેટર ઓલિમ્પિકનો અમદાવાદમાં આયોજન
Live TV
-
અમદાવાદ સહિત મુંબઇ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, ભુવનેશ્વર, જયપુર, ચંદીગઢ સહિત 16 શહેરોમાં ,25 હજાર કલાકારોને ,450 શો ને આવરી લેતું આયોજન થયું છે.
ભારતમાં સૌ પ્રથમ વખત યોજાયેલા સૌથી મોટા 51 દિવસના થિયેટર ઓલિમ્પિક્સના ભાગરૂપે અમદાવાદમાં શનિવારથી 7 એપ્રિલ સુધી વિશ્વકક્ષાની નાટ્ય પ્રસ્તુતિઓ થશે. ટાગોર હોલમાં શનિવારથી દરરોજ 15 દિવસ સુધી જર્મન, ભોજપુરી, મરાઠી, હિન્ડી, કન્નડ, અસમી ભાષાઓમાં નાટકો પ્રસ્તુત થશે. નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના ઉપક્રમે આયોજીત આ ઓલિમ્પિક્સમાં ગુજરાતી નાટકો પણ બહારના રાજ્યોમાં થઇ રહ્યા છે. થિયેટર ઓલિમ્પિક્સની આ સૌથી વિશાળ આવૃત્તિ છે. જેમાં
ઉલ્લેખનીય છે કે, 1993માં ગ્રીસમાં થિયેટર ઓલિમ્પિક્સની સ્થાપના થઇ હતી. જેનો ઉદ્દેશ વિશ્વભરના મહાન રંગકર્મીઓને રજુ કરવાનો છે. અગાઉ ગ્રીસ પછી જાપાન, રશિયા, તુર્કી, દક્ષિણ કોરિયા, ચીન અને પોલેન્ડ પછી ભારતમાં આ નાટ્ય પર્વ ,યોજાઇ રહ્યું છે.