વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગૌરમાતાના તહેવારની ઉજવણી
Live TV
-
ચોથના દિવસે સવારે લોકો કુળદેવી માતાના મંદિરે જઈ નૈવેધ ધરાવે છે
વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ચૈત્ર સુદ મહિનાની ત્રીજનું પર્વ ધામધૂમથી ઉજવાય છે. બીજના દર્શન થયા બાદ ઉજવાતા આ પર્વને ગૌરમાતાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ચૈત્ર સુદ ત્રીજના દિવસે દરેક ગોઠી પરિવારના લોકો નવ કુળદેવી માતાની મૂર્તિને શણગારી ધામધૂમથી વણાકબારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મૂકે છે. જ્યાં ગામ લોકો હીંચકે ઝૂલાવે છે, અને માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે, તો રાત્રી દરમિયાન જાગરણ કરી ગામલોકો માતાજીના ગરબા રમે છે. ત્યાર બાદ ચોથના દિવસે સવારે લોકો કુળદેવી માતાના મંદિરે જઈ નૈવેધ ધરાવે છે. સાંજે ચાર વાગ્યે નવ કુળદેવીઓનું મિલન થાય છે. અને ધામધૂમથી શોભાયાત્રા નીકળે છે. જેમાં મુંબઈથી લઈને પોરબંદર, વેરાવળ, સૂત્રાપાડા, મૂળદ્વારકા,જાફરાબાદ સહિતના સાગરપટ્ટીના લોકો જોડાય છે