આજે છઠ્ઠ પૂજાના ત્રીજા દિવસ, ડૂબતા સૂર્યને અપાશે અર્ધ્ય
Live TV
-
આજે છઠ્ઠ પૂજાના ત્રીજા દિવસ, ડૂબતા સૂર્યને અપાશે અર્ધ્ય
લોક આસ્થાના મહાપર્વ છઠ્ઠ પર્વનો આજે ત્રીજો દિવસ છે. લોકો આખું વર્ષ છઠ્ઠ પૂજાની રાહ જોતા હોય છે. આ એકમાત્ર એવો સમય છે જ્યારે આખો પરિવાર એક સાથે હોય છે. આ તહેવારની ઉજવણી માટે પરિવારના અન્ય સભ્યો કે જેઓ આખું વર્ષ દૂર રહે છે તેઓ પણ તેમના ઘરે આવે છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિત નેપાળના મધ્ય પ્રદેશમાં પણ છઠ મહાપર્વની વાસ્તવિક છઠ જોવા મળે છે. આજે સમગ્ર દિવસ સ્ત્રીઓ નિર્જળા વ્રત રાખે છે અને પાણીમાં ઉભા રહીને સૂર્ય દેવને અર્ઘ આપે છે.
બિહારમાં છઠ્ઠ પૂજાને ધ્યાને રાખીને રાજ્યમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ ઘાટો પર ભીડને નિયંત્રીત કરવા વિશેષ વ્યવસ્થા સાથે સફાઇ કરવામાં આવી છે. દિલ્હીમાં વધતા પ્રદુષણની અસર છઠ્ઠ પૂજા પર પડી છે. દિલ્હીમાં યમુના નદીના તટ પર છઠ્ઠ પૂજા યોજાશે નહીં. દિલ્હી હાઇકોર્ટે પ્રદુષણની સ્થિતિ જોતાં યમુના નદીના તટ પર પૂજાની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો છે.
છઠ પૂજાનું મહત્વકારતક માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. બાળકોના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે છઠ વ્રત મનાવવામાં આવે છે. આ વ્રત રાખવાથી પરિવારમાં હંમેશા સુખ રહે છે. બીજી તરફ જેમનો ખોળો ખાલી હોય અને તેઓ છઠ વ્રત કરે તો છઠ મૈયાની કૃપાથી તેમને જલ્દી સંતાન પ્રાપ્ત થાય છે