અમદાવાદ, અસારવા અને સાબરમતી રેલવે સ્ટેશન પર 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ
Live TV
-
આગામી તહેવારોની સિઝન દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરી શકાય અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની અવરજવર સરળતાથી કરી શકાય તે માટે લેવાયો નિર્ણય
દિવાળીના તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી 6 નવેમ્બર 2024 સુધી અમલમાં રહેશે.
મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી જરૂરિયાતો ધરાવતા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે નવા નિયમોનું પાલન કરવા મુસાફરોને કરાયો અનુરોધ