આજે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
Live TV
-
આજે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. માનવ અધિકારો પર સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા ની યાદમાં દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ માટે તેને સામાન્ય માનક ધોરણ તરીકે અપનાવવામાં આવ્યું હતું. આ વર્ષની માનવ અધિકાર દિવસની થીમ છે - આપણા અધિકારો, આપણું ભવિષ્ય. આ એ માન્યતાને વધુ મજબૂત કરે છે કે માનવ અધિકાર એ માત્ર એક આકાંક્ષા નથી, પરંતુ વ્યક્તિઓ અને સમુદાયોને વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સશક્તિકરણનું એક વ્યવહારુ માધ્યમ છે.