સુરેન્દ્રનગરના આર્યએ 14 ફુટના કાપડ પર કેલીગ્રાફીમાં ભગવદ્દ ગીતા અને કૃષ્ણલીલાનું વર્ણન કરી બાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Live TV
-
ભ્યાસ સાથે-સાથે દરરોજના અંદાજે 7 થી 8 કલાક મહેનત કરીને 15 દિવસમાં અંદાજે 9 જેટલી કેલીગ્રાફી પેનનો ઉપયોગ કરી 800થી વધુ પેઈજની ભગવદ્ ગીતા લખી
આજની નવી પેઢીના યુવાનો મોબાઈલમાં મસ્ત છે.ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા 18 વર્ષના યુવાન આર્યએ કેલીગ્રાફીમાં ભગવદ્ ગીતા અને કૃષ્ણલીલા 14 ફૂટના કાપડ પર લખી લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે. આ સાથે જ તેણે વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી પરિવાર અને ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે. તેને આ કેલીગ્રાફી આર્ટનો વિચાર ક્યાંથી આવ્યો હશે ? તે વિચારીએ તો આજે યુવાનો સોશિયલ મીડીયામાં રીલ જોવામાં જ વ્યસ્ત છે ત્યારે તેને કેલીગ્રાફી કરવાની પ્રેરણા સોશિયલ મીડીયામાં આસામના કેલીગ્રાફી કરતાં એક વૃધ્ધ મહિલાને જોઈને મળી.
આ કેલીગ્રાફી આર્ટ પાછળ તેની મહેનત જોઈએ તો તેણે અભ્યાસ સાથે-સાથે દરરોજના અંદાજે 7 થી 8 કલાક મહેનત કરીને 15 દિવસમાં કેલીગ્રાફીમાં ભગવદ્ ગીતા લખી છે. 800થી વધુ પેઈજની ભગવદ્ ગીતા લખવામાં અંદાજે 9 જેટલી કેલીગ્રાફી પેનનો ઉપયોગ કર્યો...શરૂઆતમાં જ્યારે પુત્ર આર્યને આ વિચાર આવ્યો ત્યારે પરિવારમાં માતા અને પિતાને થોડી નવાઈ લાગી હતી. પરંતુ પછીથી તેમણે પ્રોત્સાહન આપ્યું હતું. તેને આ વિશેષ સિધ્ધિ બદલ તાજેતરમાં ઈનફલ્યુએન્શર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. આ સાથે સર્ટીફિકેટ મેડલ અને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિધ્ધી બદલ સમાજના આગેવાનો, પરિવારજનોએ તેને અભિનંદન પાઠવ્યા. તેના આ કાર્યથી અન્ય યુવકોને પણ પ્રેરણા મળશે. આજના મોજ શોખમાં જીવતા યુવાનોને નવી રાહ મળશે.