આજે વાસી ઉત્તરાયણનો તહેવાર પરંપરાગત ઉત્સાહ-ઉમંગથી ઉજવાયો
Live TV
-
આજે રવિવાર હોવાથી તેમજ પતંગને અનુકૂળ પવન હોવાથી પતંગ ચગાવવાની વધુ મજા લોકો માણી રહ્યા છે
ગુજરાતમાં આજે વાસી ઉત્તરાયણનો તહેવાર પરંપરાગત ઉત્સાહ-ઉમંગથી ઉજવાઇ રહ્યો છે. લોકો આજે પણ આનંદભેર પતંગ ચગાવી રહ્યા છે આજે રવિવાર હોવાથી તેમજ પતંગને અનુકૂળ પવન હોવાથી પતંગ ચગાવવાની વધુ મજા લોકો માણી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માઘ બિહૂ નિમિત્તે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં તેમણે આશા વ્યક્ત કરી કે આ તહેવાર લોકોના પ્રકૃતિ સાથે ગાઢ તાદાત્મ્ય સ્થાપશે અને સુખ સમૃદ્ધિ વધશે. નરેન્દ્ર મોદીએ પોંગલ નિમિત્તે વિશ્વભરમાં વસતા તમિળ લોકોને અભિનંદન આપ્યા અને લોકોના જીવનમાં સુખ, આનંદ અને સારા આરોગ્યની શુભકામના આપી હતી.
