Skip to main content
Settings Settings for Dark

આજે શારદીય નવરાત્રીનો નવમો અને અંતિંમ દિવસ

Live TV

X
  • આજે શારદીય નવરાત્રિનો નવમો અને અંતિંમ દિવસ, નવમાં નોરતે મા દુર્ગાના સ્વરૂપ સિદ્વિદાત્રીની કરાય છે આરાધના

    આજે શારદીય નવરાત્રિનો નવમો અને અંતિંમ દિવસ છે. નવમાં નોરતે મા દુર્ગાના સ્વરૂપ સિદ્વિદાત્રીના સ્વરુપની સાથે કન્યા પુજનનો વિશેષ મહિમા છે. મા સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે. માતા સિદ્ધિદાત્રીને પણ માતા સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. સિદ્વિદાત્રીના પુજનથી નવનિધી પ્રાપ્ત થાય છે. સિદ્વિદાત્રી માતાના સ્વરુપમાં ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને કમળ શોભે છે. દેવી સિદ્વિદાત્રી કેતૂના ગ્રહોનું સંચાલન કરે છે. દેવી પુરાણ મુજબ  ભગવાન શીવજીએ સિદ્વિદાત્રીની કૃપાથી અષ્ટસિદ્રિઓ પ્રાપ્ત કરી હતી. અને તે અનુકંપાથી ભગવાન શિવનું અડધુ શરીર  દેવીનું થયું હતું. જેથી તેઓ અર્ધનારેશ્વર તરીકે ઓળખાય છે. આમ, નવલા નોરતામાં આજનો વિશેષ મહિમા જોવા મળે છે. જે અનુસંધાનમાં દેશભરના મંદિરોમાં વિશેષ પુજા અર્ચના માટેનું વિશેષ આયોજન કરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply