રવિ સિઝનમાં ખાતર પર સબસિડી ચાલુ રહેશે, 22 હજાર કરોડનો વધારાનો ખર્ચ થશે
Live TV
-
વિશ્વભરમાં ખાતરની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે આપવામાં આવતી સબસિડીમાં 22 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું કહેવું છે કે આની પાછળ સરકારનો એક જ ઉદ્દેશ્ય છે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી કિંમતનો બોજ ખેડૂતો પર ન પડે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે રવી સિઝન 2023-24 (આવતા વર્ષે 01 ઓક્ટોબરથી 31 માર્ચ) માટે ફોસ્ફેટિક અને પોટાશ (P&K) ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી (NBS) દરોને મંજૂરી આપી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી કહ્યું કે સરકાર નાઈટ્રોજન પર 47.2 રૂપિયા, ફોસ્ફરસ પર 20.82 રૂપિયા, પોટેશિયમ પર 2.38 રૂપિયા અને સલ્ફર પર 1.89 રૂપિયાની સબસિડી આપશે. આના માટે રૂ. 22,303 કરોડનો વધારાનો ખર્ચ થશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઉંચી છે. આને ધ્યાનમાં રાખીને સરકાર ખાતર પર સતત સબસિડી આપી રહી છે. હવે સબસિડી 2013-14થી ચાર ગણી વધી છે. તેનો ઉદ્દેશ્ય માત્ર ખેડૂતોનું હિત છે.
