Skip to main content
Settings Settings for Dark

આણંદના ભાટીયેલ ગામના ખેડૂત ગલગોટાની ખેતી કરી મેળવી રહ્યા છે બમણી આવક

Live TV

X
  • વિજયભાઈ વૈજ્ઞાનિક ખેતી કરી ભારત સરકાર તથા રાજ્ય સરકારમાંથી પાંચથી વધુ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે

    આણંદ જિલ્લાના ભાટીયેલ ગામના રહેવાસી વિજયભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી વૈજ્ઞાનિક પદ્ધતિથી હજારીગલની ખેતી કરે છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન શરૂ થતી તહેવારોની સિઝનમાં વિજયભાઈ માટે હજારીગલ આવકનો સર્વોત્તમ સોર્સ બની રહે છે. તહેવારોના કારણે સુશોભનમાં વપરાતા ફૂલોની માગમાં સતત વધારો થતો રહે છે, જેને લઇ ચરોતરના આ ખેડૂત પારંપારિક ખેતી કરતા બમણી આવક મેળવી રહ્યા છે. વિજયભાઈ છેલ્લા 13 વર્ષથી વૈજ્ઞાનિક પદ્ધતિથી હજારીગલની ખેતી કરે છે. પોતાના વતનમાં આવેલ જમીનમાં હજારીગલની ખેતી કરી વિજયભાઈ લાખોની કમાણી કરી રહ્યા છે. સજાવટ અને તહેવારોમાં ખૂબ જ માંગ રહેતા આ ફૂલોની ઔષધી તરીકે પણ ઉપયોગ થાય છે, સાથે જ અત્તર અને બનાવતી કંપનીઓમાં પણ ખૂબ માગ રહે છે. વિજયભાઈ તેમના ખેતરમાં 17 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. સાથે જ ચોમાસાની સિઝનમાં બાગાયતી પાક કરી એક જ જમીનમાંથી બે પાકની આવક મેળવે છે.વિજયભાઈ દ્વારા ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી જમીનમાં પાણીનું તથા ખાતરનો જરૂરી પ્રમાણમાં હતી ડ્રીપ ઈરીગેશનની મદદથી છોડના મૂળમાં જરૂરી પોષક તત્વો પહોંચાડવામાં આવે છે.  વિજયભાઈ વૈજ્ઞાનિક ખેતી કરી ભારત સરકાર તથા રાજ્ય સરકારમાંથી પાંચથી વધુ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. વિજયભાઈના ખેતરે ઘણા ખેડૂતો તેમના દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિને સમજવા માટે આવતા હોય છે, ત્યારે વિજયભાઈ પણ તેમને આવકાર આપી નવતર અભિગમ સાથે કેવી રીતે વધુ આવક મેળવી શકાય તે વિષે માહિતગાર કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply