આણંદમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં 1300થી વધુ દસ્તાવેજોની નોંધણી થઈ
Live TV
-
દસ્તાવેજની નોંધણીમાં 5.83 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટીની આવક
આણંદ જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરવામાં આવી રહ્યું છે. બે માસ સુધીમાં 1300 ઉપરાંત થયેલી દસ્તાવેજની નોંધણીમાં 5.83 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટીની આવક થઈ છે. સાથે જ 1.21 કરોડ રજિસ્ટ્રેશન ફીની સમારકામમાં આવક થઈ છે. કચેરીમાં ખરીદ, વેચાણ, બાનાખત, મોર્ગેજ, ભાડાકરાર વગેરે પ્રકારના દસ્તાવેજની નોંધણી માટે અરજદારોને ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ કચેરીમં આવે છે. આમ ધીમે ધીમે ખરીદ-વેચાણ દસ્તાવેજની કામગીરી પણ પાટા પર ચઢી રહી છે.
