ચિત્રકલામાં અમદાવાદની 5 વર્ષની બાળકી શનાયાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
Live TV
-
જૂનિયર કેજીમાં ભણતી શનાયાએ ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાયેલા પેઈન્ટિંગ્સના હાર્ટ શો 2020માં ભાગ લીધો હતો
અમદાવાદની પાંચ વર્ષની બાળકી શનાયાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2021માં સ્થાન મેળવ્યું છે અને તે પણ પોતાની અનોખી ચિત્રકલા થકી. જૂનિયર કેજીમાં ભણતી શનાયાએ ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાયેલા પેઈન્ટિંગ્સના હાર્ટ શો 2020માં ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ વરિષ્ઠ 58 ચિત્રકારોમાં શનાયા સૌથી નાની વયની પાર્ટીસિપન્ટ હતી. શનાયા દ્વારા બનાવાયેલા બંને ચિત્રો સોલ્ડ આઉટ પણ થયા હતાં. બસ ત્યારથી શનાયા નાની ઉંમરના ચિત્રકાર તરીકે ઉભરી આવી છે. શનાયા નાની ઉંમરમાં જ કુદરતને સમજે છે અને વાસ્તવિકતામાં મૂકવાનો પ્રયાસ કરે છે. રંગો સાથે રમવાનો શોખ તેમજ તેની મૌલિક કલ્પનાત્મકતા તેને સુંદર ચિત્રો બનાવવા તરફ પ્રેરે છે. તેની કલાને સોશિયલ મીડિયામાં પણ અનેરુ સ્થાન મળ્યું છે. ખાસ કરીને લોકડાઉનના સમયનો સદુપયોગ કઈ રીતે કરવો તે નાની શનાયાએ શીખવાડ્યું છે.
