પાટણઃ ઐતિહાસિક સ્મારક રાણી ની વાવ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઈ
Live TV
-
દુનિયાભરમા કોરોના મહામારીના કારણે ઘણા બધા પ્રવાસન સ્થળો બંધ થઈ ગયા હતા, જેમાં ઘણી વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ બંધ કરવામાં આવી હતી.
અનલોક-2 બાદ હવે આવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત ઓનલાઈન બુકિંગ કરાવી જોઈ શકાશે.
પાટણ સ્થિત રાણીની વાવ પણ હવે ઓનલાઈન બુકિંગ થકી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઈ છે, ત્યારે આજે વડોદરાના પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી હતી. રાણી ની વાવ નિહાળવા માટે પણ કેટલીક માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સનુ પાલન પ્રવાસીઓનુ પ્રવેશદ્વાર આગળ થર્મલ સ્કેનિંગ અને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
