મહિસાગરઃ ધન્વંતરી રથ થકી ગ્રામ્યકક્ષાએ જનતાને નિરોગી રાખવાના પ્રયાસ
Live TV
-
કોરોના વાયરસના કેર વચ્ચે નાગરિકોની તંદુરસ્તી જળવાઈ રહે અને જનતા નિરોગી રહે તે માટે અથાગ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ ધનવંતરી આરોગ્ય રથને લુણાવાડાના સાલેરા ગામ પહોંચી હતી.
આ રથમાં ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ અને આંગણવાડી વર્કર છે અને જનતાને આરોગ્ય કેમ્પ થકી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રામ્યકક્ષાએ નાગરિકોની સ્થળ પર જ તપાસ થઈ શકે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સમયસર સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી સરકાર દ્વારા 21 ધનવંતરી આરોગ્ય રથની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર સિવાયના જિલ્લાના ૫૫૮ ગામોને આવરી લેવાયા છે. આ રથથી ન માત્ર લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ રહી છે સાથે જ સેનિટાઈઝરથી હાથ ધોવા, માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવા જેવી બાબતોની વિસ્તારથી જાણકારી આપવામાં આવી રહી છે.
