ડાંગઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગ્રામીણ વિસ્તારોની કાયા પલટ કરી
Live TV
-
ચોમાસાની સીઝનમાં કાચા ઘરમાં રહેતા લોકો અનેક મુશ્કેલીનો સામનો કરતા રહ્યા છે. જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ અને ઝેરી જીવજંતુનો ડર પણ સતાવતો રહે છે. ત્યારે આ આવાસ બનતા અહીંના લોકોને રાહત મળી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગ્રામિણ વિસ્તારોની કાયા પલટ કરી દીધી છે. 98 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણના કારણે અનેક વિસ્તારોની કાયા પલટ થઈ ગઈ છે. કાચા આવાસો પાકા બન્યા ત્યારથી લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.
વઘઈ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 299 આવાસની ફાળવણી કરવામાં આવી છે. આહવામાં 284 આવાસોનું લક્ષ્યાંક છે જેમાંથી ઘણાં આવાસ બની ગયા છે અને લોકો રહેવા પણ આવી ગયા છે. હાલ વઘઈની અન્ય 23 ગ્રામપંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ચાલી રહી છે.
