રાજપીપળામાં ઓનલાઈન ડાન્સ સ્પર્ધાનું અદભૂત આયોજન
Live TV
-
કોરોના મહામારીના કારણે આ વખતે સ્ટેજ પર કે જાહેરમાં કાર્યક્રમ કરી શકાય તેમ ન હોવાથી ઓનલાઇન સ્પર્ધા યોજાઈ હતી
ગૌરીવ્રતની ઉજવણી ના ભાગ રૂપે રાજપીપળામાં પ્રથમ વખત જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ધી નર્મદા અને સુપર મોમ ડાન્સ સ્પર્ધાનું આયોજન ઓન લાઈન કરાયું હતું જેમાં કુલ 25 સ્પર્ધકોએ ભાગ લીધો હતો..કોરોના મહામારીના કારણે આ વખતે સ્ટેજ પર કે જાહેરમાં કાર્યક્રમ કરી શકાય તેમ ન હોવાથી ઓનલાઇન સ્પર્ધા યોજાઈ હતી..સ્પર્ધકોએ તેમની ડાન્સ કૃતિ સોશિયલ મીડિયા મારફતે મોકલવાની હતી અને તેમાં જીલ્લાભરના સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતી..સોશિયલ ડિસ્ટન્સની જાળવણી અને માસ્ક પહેરીને નિર્ણાયકોએ આ તમામ ડાન્સ ને ટીવી ઉપર જોઈ ને નિર્ણય કર્યો હતો જેમાં બાલિકાઓ માટે ત્રણ ગ્રુપ A ,B અને C તથા બાળકો માટે D ગ્રુપ અને સુપર મોમ માટે M ગ્રુપ ના વિજેતા સ્પર્ધકો ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા આયોજકો નું કહેવું છે કે આ વખતે કોરાઓના ની મહામારી ને કારણે બાલિકાઓ ઘર ભાર નથી નીકળી શક્તિ ત્યારે તેઓ ઘરે રહીનેજ સુરક્ષિત રહે તે માટે અમે આ ઓનલાઇન હરીફાઈ રાખી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયા નું સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કરીએ છે,જયારે સ્પર્ધકો એ જણાવ્યું કે આ વખતે અમારા તમામ તહેવાર ઘરેજ માનવીએ છે ત્યારે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી દ્વારા યોજાયેલ આ હરીફાઈ માં ભાગ લઈને અમને ખુબજ આનંદ આવ્યો
