ડાંગના ખેડૂતની સફળતા, પડતર જમીનમાં કાજુના વૃક્ષો ઉગાડી મેળવે છે આવક
Live TV
-
ડાંગ જિલ્લા ના ઓર્ગેનિક કાજુ ની સારી માંગ હોવાથી ઘણા ખેડૂતો કાજુ ની ખેતી કરી આવક મેળવે છે
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા ગામના પ્રગતીશીલ ખેડૂત દલુભાઇ ગામીતે તેની ડુંગરાળ ઢોળાવા ઉપર આવેલી પડતર જમીનમાં કાજુના વૃક્ષો ઉગાડીને નવો ચીલો ચાતર્યો છે. તેમણે આ અંગે ખેતીવાડી ,બાગાયત તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલતા સેમિનાર માંથી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે ઢોળાવ વાળી પથ્થરાળ જમીન માં 45થી50 કાજુ ના વૃક્ષ વાવ્યા હતા.આ કાજુના વૃક્ષને પાણીની નહિવત જરૂર પડે છે.અને તે ડુંગરાળ વિસ્તારમાં સારી રીતે ઉછરે છે. તેઓ ચાલુ વર્ષથી પાક મેળવી રહયાં છે. તેમણે સુબીર તાલુકા મથક માં આવેલ કાજુ પ્રોસેસિંગ યુનિટ માં કાજુ નટ્ટ નું વેચાણ કરી ચાલુ વર્ષે 40, 000 જેટલો નફો મેળવ્યો હતો. ડાંગ જિલ્લા ના ઓર્ગેનિક કાજુ ની સારી માંગ હોવાથી ઘણા ખેડૂતો કાજુ ની ખેતી કરી આવક મેળવે છે. ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા માં મોટા પ્રમાણ માં લોકો એ કાજુ ની ખેતી કરી છે.
