Skip to main content
Settings Settings for Dark

ઓનલાઈન શિક્ષણ મળે તે માટે શિક્ષિત યુવાને બાળકો માટે ઘરમાં જ શરુ કરી શાળા

Live TV

X
  • નવા ઉડાવા ગામે અનેક ઘરોમાં ટેલિવિઝન, સ્માર્ટ ફોન ન હોવાના કારણે આ ગામના 52 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે અનોખી પહેલ

    કોરોના કાળની સ્થિતિ વચ્ચે બાળકોના શિક્ષણ પર કોઈ અસર ન પડે તે માટે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.. જો કે, રાજ્યના છેવાડે આવેલા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નવા ઉડાવા ગામે અનેક ઘરોમાં ટેલિવિઝન, સ્માર્ટ ફોન ન હોવાના કારણે આ ગામના 52 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જતા હતાં.. આવા વિદ્યાર્થીઓ માટે ગામના જ એક શિક્ષિત યુવકે પોતાના ઘરમાં જ શાળા શરૂ કરી છે.. જ્યાં ગામના ૧ થી 10 ધોરણના આશરે ૫૦ થી વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે.. કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે તેમણે બાળકો માટે અલગ-અલગ સમય પણ ગોઠવ્યો છે.. બાળકો પણ મોઢા પર માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરીને શિક્ષણ કાર્ય આગળ ધપાવી રહ્યાં છે.. જેના પરિણામે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પણ રાહત અનુભવી છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply