બીલીમોરામાં જર્જરિત ઈમારતો ઉતારી લેવા માલિકોને નોટિસ
Live TV
-
150થી વધુ જોખમી ઈમારતોને દૂર કરવા માટે માલિકોને અપાઈ નોટિસ
ચોમાસાનું ગુજરાતમાં વિધિવત આગમન થઈ ચૂક્યુ છે ત્યારે નવસારીના બીલીમોરા નગરપાલિકા દ્વારા જર્જરિત ઈમારતો ધરાવતા પ્રોપર્ટી માલિકોને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે..ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં જર્જરિત ઈમારતો પડી જવાના બનાવો બનતા હોય છે..જેથી આકસ્મિક મોતનું સંકટ ઘેરાય છે..તેથી પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે બીલીમોરા પાલિકાએ કુલ 150થી વધુ જર્જરિત ઈમારતો ધરાવતા માલિકોને નોટિસ આપી દૂર કરવા જણાવાયુ છે..વિપક્ષના અગ્રણીઓએ પણ જોખમી ઈમારતોને તાકીદે દૂર કરવા માટે પાલિકા સત્તાધીશોને અપીલ કરી છે..
