ભરૂચઃ ગૌરી વ્રતની થઈ પૂર્ણાહુતિ, બાળાઓએ જવારાનું કર્યું વિસર્જન
Live TV
-
ભારતમાં કુંવારિકાઓ અને બાળાઓ અનેક પ્રકારના વ્રત કરતી હોય છે, જેમાંથી એક છે જયા પાર્વતીનું વ્રત. ભરૂચ શહેરમાં પાંચ દિવસ ચાલેલા ગૌરીવ્રતની પૂર્ણાહુતિ થઈ હતી.
કુંવારિકાઓએ વ્રતની પૂર્ણાહુતિ રૂપે નદી કાંઠે જઈ જવારાનું વિસર્જન કર્યું હતું. પાંચ દિવસ ચાલનારા આ વ્રતમાં કુંવારિકાઓ ઉપવાસ કરે છે અને છેલ્લા દિવસે જાગરણ કરતી હોય છે. જો કે કોરોના વાયરસના કારણે ગૌરી વ્રતની ઉજવણી ફીકી પડી હતી.
