નર્મદાઃ આદિવાસી ખેડૂતો પરંપરાગત ખેતી છોડી શાકભાજીની ખેતી તરફ વળ્યા
Live TV
-
નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ પરંપરાગત ખેતી છોડીને હવે શાકભાજીની ખેતી તરફ વળ્યા છે.
તેઓ સજીવ પદ્ધતિથી ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભંવરી સાવરગામમાં એક આદિવાસી દંપતી વર્ષોથી પરંપરાગત ખેતી કરતાં હતા.
પરંતુ અહીં ડુંગરાળ વિસ્તાર અને જંગલ વિસ્તાર હોવાને કારણે ઉત્પાદન ખૂબ સારું મળતું ન હતું. જેથી તેમને રોજગારી માટે બીજે પણ જવું પડતુ હતું. જો કે ત્યારબાદ સ્થાનિક લોકોએ તેમને સજીવ ખેતી અંગેનું સૂચન કરતાં તેમણે પોતાના ખેતરમાં સજીવ ખેતી દ્વારા શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી હતી. જેમાં ભીંડા, ગવાર સિંગ, ચોળી જેવા પાકનું વાવેતર કર્યું હતું. જેનું મબલક ઉત્પાદન થતાં તેમને ઘણો આર્થિક ફાયદો થયો છે. જેનાં કારણે તેમનું જીવન ધોરણ પણ ઉંચુ આવ્યું છે.
